1.1 કાયમી રહેવાસી બનવું

યુ.કે.ના કાયમી રહેવાસી કે નાગરિક બનવા માટેની અરજી કરવા માટે આપને જરૂર પડશે:

  • અંગ્રેજી બોલવા અને વાચવાની
  • યુ.કે.માં જીવનની સમાજ હોવાની

આ જરૂરિયાતો પર આપની પરીક્ષાના હાલમાં (જાન્યુઆરી ૨૦૧૩ મુજબના) બે રસ્તા છે:

  • ધ લાઈફ ઇન ધ યુ.કે.ની પરીક્ષા લો. પ્રશ્નો એવી રીતે લખ્યા હશે કે જેમાં ઈંગ્લીશ ફોર સ્પીકર્સ ઓફ અધર લેન્ગવેજીસ (ESOL) દાખલ સ્તર ૩ની અંગ્રેજી ભાષાની સમજ જરૂરી હશે, તેથી અલગથી અંગ્રેજી ભાષાની પરીક્ષા લેવાની જરૂર નથી. અહીં વર્ક વિઝા પર આવેલ વ્યક્તિઓએ,પોઈન્ટ-આધારીત પ્રથાના ટીઅર 1 અને ટીઅર 2 માં આવતાને ગણતા,જો કાયમી નિવાસી બનવું હોય તો સામાન્ય રીતે ધ લાઈફ ઇન ધ યુ.કે.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડતું હોય છે.
  • અંગ્રેજીમાં ઇ.એસ.ઓ.એલ. કોર્સમાં ઉત્તીર્ણ નાગરિકત્વ સાથે થવું. આ અભ્યાસક્રમ તમારી માટે જરૂરી બને જો આપનું અંગ્રેજીનું ધોરણ ઇ.એસ.ઓ.એલ. એન્ટ્રી લેવલ 3 કરતા નીચે હોય. આ અભ્યાસક્રમ આપનું અંગ્રજી સુધારવામાં મદદરૂપ થશે અને આપ યુ.કે.માં જીવન વિષે પણ શીખશો. આ અભ્યાસક્રમનાં અંતે આપ એક પરીક્ષા પણ આપશો.

એક વાર આપે આમાંથી એક પરીક્ષા ઉત્તીર્ણ કરી લીધા પછી આપ કાયમી વસવાટ કે બ્રિટીશ નાગરિકત્વ માટે અરજી કરી શકો છો. આપે પુરવાનું પત્રક અને આપે આપવાના પુરાવાઓ આપણા અંગત સંજોગો પર અધર રાખશે.અરજીની રજૂઆત માટે શુલ્ક છે, જે વિવિધ પ્રકારની અરજીઓ માટે જુદું છે.બધા પત્રકો અને શુલ્કોની યાદી યુ.કે. બોર્ડર એજન્સી વેબસાઈટ www.ukba.homeoffice.gov.ukપર મળી શકશે.

ઓક્ટોબર ૨૦૧૩થી જરૂરિયાતો બદલશે. તે તારીખથી કાયમી વસવાટ કે બ્રિટીશ નાગરિકત્વ માટે આપને:

  • ધ લાઈફ ઇન ધ યુ.કે.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું

         અને

  • કોમન યુરોપિયન ફ્રેમવર્ક ઓફ રેફરન્સના બી1 માં અંગેરજી સાંભળી અને બોલી શકવાના કૌશલ્યના માન્ય પુરાવાઓ રજુ કરવા. આ ઇ.એસ.ઓ.એલ. એન્ટ્રી લેવલ 3ની સમકક્ષ છે.

નાગરિકત્વની અરજી માટેની જરૂરિયાતો ભવિષ્યમાં બદલી પણ શકે છે. બાકીની વિગતો યુ.કે. બોર્ડર એજન્સી વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવશે અને આપે વસવાટ કે નાગરિકત્વ માટે અરજી કરતા પહેલા હાલની તે વેબસાઈટ પરની જરૂરિયાતો તપાસવી જરૂરી છે.

This study guide is also available in: arArabicbeBengalidrDarizh-hansChinese (Simplified)enEnglishhiHindineNepalipshPashtoplPolishpaPunjabitaTamiltrTurkishurUrdu