બ્રિટન રહેવા માટેની એક વિલક્ષણ જગ્યા છે : લાંબા વિશિષ્ટ ઈતિહાસ સાથેનો એક અર્વાચીન, સમૃદ્ધ સમાજ. અમારા લોકો વિશ્વના રાજનૈતિક, વૈજ્ઞાનિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસના હ્રદયસ્થાને છે. જે અમાર રાષ્ટીય જીવનમાં વિવિધતા અને ઉત્સાહ ઉમેરશે તેવા નવા સ્થળાંતરીઓને આવકારવાનો અમને ગર્વ છે.
યુ.કે.ના કાયમી નાગરિક કે રહેવાસી બનવા માટેની અરજી કરવી એ એક અગત્યનો નિર્ણય અને જવાબદારી છે.યુ.કે. ના કાયદા, મુલ્યો અને પરંપરાઓ તેમ જ કાયમી વસવાટ સાથે આવતી જવાબદારીઓ સાથે તમે સહમત થશો. સારા નાગરિકો યુ.કે.ની મૂડી છે. અમારા સમાજ પ્રત્યે સકારાત્મક પ્રદાન આપનારાઓને અમે આવકારીએ છીએ.
યુ.કે.મી જીવન પરીક્ષા ઉત્તીર્ણ કરવી એ આપ યુ.કે.ના કાયમી સ્થાલાન્તારી બનવા માટે તૈયાર છો એ સિદ્ધ કરવાનો હિસ્સો છે.
આ માહિતી પુસ્તિકા આપને આપની તૈયારીમાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે. તે આપને સમાજમા સંકલિત થવામાં અને આપના સ્થાનિક સમાજમાં પૂરો ભાગ ભજવવામાં મદદ કરશે. તે તમારી પાસે યુ.કે.ની સંસ્કૃતિ, કાયદાઓ અને ઇતિહાસનું બહોળું સામાન્ય જ્ઞાન છે એની ખાતરી પણ આપશે.
યુ.કે. માં રહેનારાઓએ જેમને સન્માન અને ટેકો આપવો જોઈએ એવા મૂળભૂત સિદ્ધાંતો અને મુલ્યો પર બ્રિટીશ સમાજ રચવામાં આવ્યો છે. આ મુલ્યો યુ.કે.ના કાયમી રહેવાસી કે બ્રિટીશ નાગરિક બનવાની ફરજો, હકો અને વિશેષાધિકારોમાં પ્રતીબીંબિત થાય છે. તેઓ ઈતિહાસ અને પરંપરાઓ પર આધારિત છે અને કાયદાઓ, પ્રથાઓ અને અપેક્ષાઓ દ્વારા સુરક્ષિત છે. બ્રિટીશ સમાજમાં સંહાર કે અસહિષ્ણુતા માટે કોઈ જગ્યા નથી.
બ્રિટીશ જીવનના મૂળભૂત સિદ્ધાંતોમાં નીચેનાનો સમાવેશ થાય છે :
- લોકશાહી
- કાયદાનું શાસન
- વ્યક્તિગત સ્વતંત્રતા
- જુદી શ્રદ્ધાઓ અને માન્યતાઓ ધરાવનારાઓનું ધૈર્ય
- સામાજિક જીવનમાં ભાગ લેવો
નાગરીકત્વની વિધિના ભાગરૂપે નવા નાગરિકો આ મૂલ્યોનું સમર્થન કરવાની પ્રતિજ્ઞા લે છે. પ્રતિજ્ઞા છે:
‘હું યુનાઇટેડ કિંગડમને મારી વફાદારી આપીશ અને તેના હકો અને સ્વતંત્રતાનું સન્માન કરીશ.હું તેના લોકશાહી મૂલ્યોનું સમર્થન કરીશ. હું તેના કાયદાઓનું વિશ્વાસપૂર્વક અવલોકન કરીશ અને એક બ્રિટીશ નાગરિક તરીકેની મારી ફરજો અને કર્તવ્યો નિભાવીશ.
મૂળભૂત સિદ્ધાંતોનો પ્રવાહ જવાબદારીઓ અને સ્વતંત્રતાઓ છે, જે યુ.કે.માં રહેનારા બધામાં વહેચાયેલા છે અને જેમનું સન્માન બધા રહેવાસીઓ કરે તેવું અપને ઈચ્છીએ છીએ.
જો આપ યુ.કે.ના કાયમી રહેવાસી કે નાગરિક બનવા ઇચ્છતા હો તો આપે:
- કાયદાનું સન્માન અને પાલન કરવું જોઈએ
- બીજાના હકો અને તેમના અંગત મંતવ્ય મુજબના હકોનું સન્માન કરવું જોઈએ
- બીજો સાથે પ્રામાણીકતાથી વર્તવું જોઈએ
- આપનું અને આપણા કુટુંબનું ધ્યાન રાખવું જોઈએ
- આપ જે વિસ્તારમાં રહેતા હોવ તે વિસ્તારનું અને પર્યાવરણનું ધ્યાન રાખવું જોઈએ
બદલામાં યુ.કે. આપે છે:
- માન્યતા અને ધર્મમાં સ્વતંત્રતા
- વાણીસ્વાતંત્ર્ય
- અયોગ્ય ભેદભાવમાંથી સ્વતંત્રતા
- યોગ્ય ચકાસણીનો અધિકાર
- સરકારી ચુંટણીમાં જોડાવાનો અધિકાર
This study guide is also available in: Arabic
Bengali
Dari
Chinese (Simplified)
English
Hindi
Nepali
Pashto
Polish
Punjabi
Tamil
Turkish
Urdu